*"જનસેવા એજ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર ના સ્થાપના દિવસ ની ઉજવણી બનાસ એન.પી પ્લસ સંસ્થા ના એચ.આઇ.વી પોજીટીવ બાળકો અને બહેનો સાથે સેલિબ્રેશન ન્યુટ્રીશન દિવસ તરીકે કરવામાં આવી અનોખી રીતે ઉજવણી"*
આજ રોજ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે જનસેવા એજ પ્રભુસેવા ગ્રુપ ના સ્થાપના દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
જેમાં બનાસ એન પી પ્લસ સંસ્થા સાથે જોડાયેલા અને વિહાન પ્રોજેક્ટ ની વિવિધ સેવા સાથે જોડાયેલા વીસ બાળકોને દરેક ને ચોકલેટી પ્રોટીન પાવડર નો ડબ્બો, પાણીની બોટલ અને ચોકલેટ આપવામાં આવી ત્રીસ જેટલાં બહેનોને દરેક ને પાંચસો ગ્રામ ચોખા અને પાંચસો ગ્રામ મગ નું વિતરણ કરવામાં આવ્યું અને પૌવા અને ચા નાસ્તો આપવામાં આવેલ જેમાં કુલ બે હજાર ચારસો રૂપિયા ની કીટ અને બોટલ નો સહયોગ મળ્યો જેમાં બે હજાર રૂપિયા આસપાસ ના પ્રોટીન પાવડર ડૉ. દર્શનભાઇ શાહ દ્વારા સહયોગ મળ્યો
કાર્યક્રમ ની શરૂઆત માં બનાસ એન પી પ્લસ સંસ્થા ના પ્રમુખ અને વિહાન પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ ડાયરેક્ટ નરેશભાઈ સોની દ્વારા બનાસ એન પી પ્લસ સંસ્થા ની કામગીરી વિશે વિગતે માહિતી આપી
જનસેવા એજ પ્રભુસેવા ગ્રુપના પ્રમુખ જયેશભાઇ સોની દ્વારા સંસ્થા દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિ ની વિગતે માહિતી આપવામાં આવી
આમ જનસેવા એજ પ્રભુસેવા ગ્રુપ ના સ્થાપના દિવસ ને અનોખી રીતે બનાસ એન.પી પ્લસ ના એચ.આઇ.વી પોજીટીવ બાળકો અને બહેનો સાથે અનોખી રીતે સેલિબ્રેશન ન્યુટ્રીશન દિવસ તરીકે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
જે કાર્યક્રમ માં જનસેવા એજ પ્રભુસેવા ગ્રુપ ના જયેશભાઇ સોની, રાકેશભાઈ ડાંગીયા, અહમદભાઈ હાડા, ભાયચંદભાઈ, દેવેનભાઈ, સાગરભાઈ પુરબીયા, રાજુભાઈ પરમાર, તેજસભાઈ ચૌહાણ ખાસ હાજર રહ્યા હતા
સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન નરેશભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું તેમજ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા દીપકભાઈ પટેલ, નવનીતભાઇ મકવાણા, કિરણભાઈ ચાવડા અને સોનલબેન મકવાણા દ્વારા ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવેલ










No comments:
Post a Comment