*ગઢડાના ટાટમ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ -૨૦૦૫ અંતર્ગત કાયદાકીય સેમિનાર યોજાયો.*
અરૂણોદય ન્યૂઝ
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,બોટાદના સંયુક્ત ઉપક્રમે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત ગઢડા તાલુકાના ટાટમ ગામના સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાવામાં આવ્યો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી - બોટાદના જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી કે.વી.કાતરીયા સાહેબ તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી આર.કે.જાખણીયા સાહેબના માર્ગદર્શન અંતર્ગત ટાટમ ગામનાં સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે ટાટમ ગામ ના ગ્રામ્ય વિસ્તારનાં બહેનોને ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ વિશે કાયદાકીય માર્ગદર્શન આપતી શિબીરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ફિલ્ડ ઓફિસર ફાલ્ગુનીબેન સોલંકી દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી. ગઢડા પી. બી.એસ. સી. સેન્ટર ના કાઉન્સેલર શ્રી નીતાબેન પટેલે પી.બી.એસ.સી.ની
કામગીરી અંગે તેમજ કામકાજના સ્થળે થતી જાતિય સતામણી અંગે માર્ગદર્શન આપેલ ,સખી વન સ્ટોપ સેન્ટરનાં કેન્દ્ર સંચાલીકા મેઘનાબેન મહેતા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ -૨૦૦૫ વિષે કાયદાકિય માહિતી આપી. સખી વન સ્ટોપ સેન્ટર અંગે અરુણાબેન દ્વારા વિસ્તૃત માહિતી આપી. ત્યારબાદ જિલ્લામાં કાર્યરત વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો વિશે પારુલબેન દ્વારા માહિતી આપવામાં આવી. તથા ૧૮૧ નાં કાઉંસેલર જલ્પાબેન પરમાર દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું. ઉપરોક્ત શિબીરનું સંચાલન બોટાદ જિલ્લા વિ.એમ.કે નાં નુતનબેન રાઠોડ દ્વારા કરવામાં આવેલું હતું. અંતમાં ગઢડા પી.બી.એસ.સીનાં કાઉન્સેલર શ્રી, ભાનુબેન દ્વારા મહીલાઓ પર થતી હિંસા ને કેવી રીતે રોકી શકાય તે અંગે વિગતે માર્ગદર્શન આપીને ઉપસ્થીત સર્વેનું આભાર વીધી કરી કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*






No comments:
Post a Comment