કેવડિયા ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક નો પ્રારંભ થયો
અરૂણોદય ન્યૂઝ
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા
કેવડીયા ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં તેમજ માનનીય કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ, માનનીય પ્રદેશ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્રજી યાદવ, માનનીય પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીરભાઈ ગુપ્તા, માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિતના મહાનુભવોની વિશેષ ઉપસ્થિતિમાં પેપરલેસ કારોબારી બેઠકનો દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગીતના ગાયન સાથે શુભારંભ કરવામાં આવ્યો. આ વેળાએ ડિજિટલ એપ્લિકેશનનું લોન્ચિંગ અને તમામ કાર્યકર્તાઓને ટેબલેટનું વિતરણ કરાયું હતું. આ કારોબારી બેઠકમાં રાજકીય પ્રસ્તાવ, અભિનંદન પ્રસ્તાવ તેમજ શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.
ગુજરાતની આ પ્રદેશ કારોબારી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ-પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ-ધારાસભ્યશ્રીઓ, સેલ મોરચાના પ્રમુખશ્રીઓ, કન્વીનરશ્રીઓ, જિલ્લા-મહાનગરના પ્રમુખશ્રીઓ-મહામંત્રીશ્રીઓ, જિલ્લા-કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખના પ્રમુખશ્રીઓ-મેયરશ્રીઓ તેમજ પ્રદેશ કારોબારીના આમંત્રિત સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા....
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા









No comments:
Post a Comment