બટુક મોરારિ તરીકે ઓળખાતા મહેશ ભગતે 11 દિવસની મુદત આપી બનાસકાંઠા જીલ્લાના
વાવનાં કથાકારે CM ને ધમકી આપી રૂ .1 કરોડ ખંડણી માગી ધમકીભર્યા વીડિયોમાં કહ્યું , રાજ્યમાં પટેલોને રાજ નહીં કરવા દઉં , ત્રણ મહિનામાં ફેંકી દઈશ , ક્રાઇમ બ્રાંચે શોધખોળ શરૂ કરી.
અરૂણોદય ન્યૂઝ
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
બનાસકાંઠા જીલ્લા ના
વાવના મહેશ ભગત ઉર્ફે બટુક મોરારિએ વીડિયો બનાવી મુખ્યમંત્રીને 11 દિવસમાં એક કરોડ પહોંચાડવા ધમકી આપી છે . સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં બટુક મોરારિ કથાકારની ઓળખ આપતા મહેશ ભગતે કહ્યું છે કે , ‘ ગુજરાતમાં ક્યારેય પટેલોને રાજ નહીં કરવા ઘઉં અને અકસ્માતમાં માર્યો જઈશ . એક રૂપિયો ઓછો નહીં . ગમે તે માણસને મોકલી મને એક કરોડ રૂપિયા પહોંચાડી દેજો . નહિતર ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દઈશ . ’ આ વીડિયો ફરતો થયા બાદ લોકલ ક્રાઇમ બ્રાંચ સહિત સ્થાનિક પોલીસે મહેશ ભગતની શોધખોળ શરૂ કરી છે . બનાસકાંઠા જિલ્લાના વાવના મહેશ ભગતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને સોશિયલ મીડિયામાં વીડિયો વહેતો કર્યો હતો . 1.49 મિનિટના આ વીડિયોમાં મહેશ ભગતે કહ્યું છે કે , ‘ માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ . હું રામકથાકાર બટુક મોરારિ બાપુ બોલી રહ્યો છું . 11 દિવસની અંદર એટલે કે સાત તારીખ સુધીમાં એક કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી પહોંચાડી દેજો , નહિતર ગુજરાતમાં કોઈ દિવસ પટેલને રાજ કરવા નહીં દઉં અને તું પણ અકસ્માતમાં માર્યો જઈશ . મુખ્યમંત્રી સમજી ગયાને . તમને ગાદીએ બેસાડ્યા છે તો એક કરોડ રૂપિયાની દક્ષિણા પહોંચાડી દો . એક રૂપિયો ઓછો નહીં અને એ પણ સાત તારીખ સુધીમાં ગમે તે માણસને મોકલી મને એક કરોડ પહોંચાડી દેજો . તો જ એટેસથી રાજ કરશો અને ગુજરાતની ગાદી પટેલોની રહેશે . નહિતર તો દોસ્ત ત્રણ મહિનાની અંદર તને ઉપાડીને ફેંકી દઈશ . બટુક મોરારી બાપુ બોલું છું , મહેશ ભગત , વાવ . ’ આ વીડિયો સામે આવ્યા બાદ તુરંત સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી . આઈપીએસ પૂજા યાદવે જણાવ્યું હતું કે , ‘ લોકલ ક્રાઇમ બ્રાંચ સાથે મળી વીડિયો ફરતો કરનારા મહેશ ભગતની શોધખોળ કરી રહ્યા છીએ . તેની વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવશે . ’
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment