ધંધુકા કાપડ રેડીમેડ એસોસીએશન દ્વારા ભાવનગર થી ધંધુકા આવવા માટે સાંજના છ વાગ્યા પછી એસટી બસ ચાલુ કરવા માગણી.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
ધંધુકા શહેર કાપડ રેડીમેડ એસોસીએશન દ્વારા ધંધુકા આવવા માટે ભાવનગરથી સાંજના છ વાગ્યા પછી એ પણ એસટી બસની સુવિધા નથી ખૂબ જ અગત્યની માગણી કરવામાં આવી.
ધંધુકા એસટી ડેપોમાં એસોસિએશન દ્વારા લેખિત જાણ કરવામાં આવી છે કે ધંધુકા આવવા માટે ભાવનગરથી સાંજના છ વાગ્યા પછી એ પણ એસટી બસની સુવિધા નથી તો રાત્રિના સમયે એક એસ.ટી.બસની ખૂબ જરૂર છે ભાવનગર તરફ ધંધાનો વિકાસ થયો છે માટે વેપારીઓ વારંવાર ભાવનગર જાય છે તો રાત્રિના સમયે નવ વાગ્યાની આસપાસ ભાવનગર થી ધંધુકા આવવા માટે એક એસટી બસ મળે તો ખૂબ જ ઉપયોગી થાય તેમ છે અત્યારના સમયે વેપારીભાઈઓ તેમજ આમ જનતાને વાયા વલભીંપુર થઈ ખાનગી વાહનો ધંધુકા આવું પડે છે ખૂબ જ મુશ્કેલી પડે છે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવાય તેવી ધંધુકા કાપડ એન્ડ રેડીમેઈડ એસોસિયેશન દ્વારા રજુઆત કરવામાં આવી.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment