રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ધંધુકા દ્વારા સાયકલ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યુ.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કન્વીનરશ્રી માવજીભાઈ સરવૈયાની આગેવાનીમાં તેમની ટીમ સાથે ઉનાથી ગાંધીનગર જતી સાયકલ યાત્રા ધંધુકા ખાતે આવેલ. સાયકલ યાત્રાને પ્રોત્સાહન આપવા માટે બોટાદ જિલ્લા પ્રમુખ કીર્તિભાઈ ચાવડા, નાથાભાઈ મકવાણા અને બીજા સામાજિક આગેવાનો પણ સાથે જોડાયા હતા.
સાયકલ યાત્રાનો મુખ્ય હેતુ ઉના અત્યાચાર પછી દલિતો ઉપર જે ખોટી ફરિયાદો થયેલી છે તે પાછી લેવા અને ક્રાંતિકારી કાંતિભાઈ વાળાને જેલ મુક્ત કરવાનો છે. જેમનું પોલીસ પ્રોટેકશન સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ધંધુકા ટીમ જેમાં દિલીપભાઈ(પ્રભારી), જયેશભાઇ(શહેર પ્રમુખ), સંજયભાઈ(મીડિયા સેલ પ્રમુખ), ગીતાબેન(મહિલા પ્રમુખ), પ્રવીણભાઈ(મહામંત્રી) અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી પોલીસ પ્રોટેકશન સાથે સાયકલ યાત્રાનું આગળ પ્રસ્થાન કરવામાં આવ્યું.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment