ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી ખાતે હિમાલયના મહર્ષિ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના હસ્તે યજ્ઞશાળાનું ઉદ્ઘાટન
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા
અરૂણોદય ન્યૂઝ.
ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું ઘણું મહત્ત્વ છે. પ્રાચીન સંસ્કૃતિમાં ઋષિમુનિઓ આશ્રમમાં પણ નિયમિત યજ્ઞ કરતા હતા, એવા ઉલ્લેખ વિવિધ શાસ્ત્રોમાં મળે છે.
વર્તમાન સમયમાં પણ શુભ કાર્યમાં યજ્ઞ કરીને આસપાસના વાતાવરણની શુદ્ધિ કરવામાં આવે છે. સમર્પણ સંસ્કારના પ્રણેતા મહર્ષિ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા સ્થાપિત પ્રત્યેક આશ્રમમાં નિયમિત સવાર અને સાંજના સમયે વિશ્વશાંતિ તથા ચિત્તશુદ્ધિ માટે નિયમિત હવન કરવામાં આવે છે. ગુરુપૂર્ણિમા તેમજ ચૈતન્ય મહોત્સવ પ્રસંગે સામૂહિક યજ્ઞનું આયોજન થતું જ હોય છે. યજ્ઞના કારણે વાતાવરણ શુદ્ધિની સાથે સાથે ચિત્તશુદ્ધિ પણ થાય છે જે ધ્યાનસાધનામાં ખૂબ જ સહાયક બને છે.
ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી ખાતે હિમાલયના મહર્ષિ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના હસ્તે યજ્ઞશાળાનું ઉદ્ઘાટન*
તાજેતરમાં શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન સંચાલિત નવનિર્મિત ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી ખાતે યજ્ઞશાળાનું ઉદ્ઘાટન મહર્ષિ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા કરવામાં આવ્યું, જે પૂજય સ્વામીજીના પાવન હસ્તે યજ્ઞ કરીને થયું. આ સાથે ધ્વજાજીની સ્થાપના ઉપરાંત શ્રી ગુરુશક્તિધામ તેમજ યજ્ઞશાળાના કળશનું પણ પૂજન કરવામાં આવ્યું. ગુજરાત સમર્પણ આશ્રમમાં શ્રી ગુરુશક્તિધામનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે ત્યારે યજ્ઞશાળાનો પ્રારંભ થતાં નિયમિત યજ્ઞના કારણે આશ્રમની સકારાત્મક ઊર્જા જળવાતી રહેશે અને એમાં પણ ઉત્તરોત્તર વધારો થતો રહેશે. યજ્ઞશાળાનું ઉદ્ધાટન થતાં સાધકોમાં ખુશી છવાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે પૂજ્ય સ્વામીજી દ્વારા સ્થાપિત દરેક આશ્રમમાં કોઈપણ વ્યક્તિ રજિસ્ટ્રેશન કરાવીને સ્વહસ્તે હવન કરવાનો લાભ લઈ શકે છે. જોકે હાલના સંજોગોને લઈને યજ્ઞમાં આશ્રમની બહારના લોકોને યજ્ઞ કરવાની અનુમતિ નથી, અન્યથા સામાન્ય સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ યજ્ઞમાં ભાગ લઈ શકે છે. આ પ્રસંગે આશ્રમના સેવાધારીઓ, આશ્રમ સમિતિના સભ્યો તથા મેનેજીંગ ટ્રસ્ટી શ્રીમહેશભાઈ પટેલે હાજર રહી વ્યવસ્થા સંભાળી હતી.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા
 




 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment