WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Friday, December 31, 2021

જી.આઇ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લાભાર્થીઓને સહાયના ચેક અને સમરસ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓનું સન્માન કરાયું , પાલનપુર ખાતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરાઇ .

 


પાલનપુર ખાતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ 

વિભાગ દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરાઇ




જી.આઇ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લાભાર્થીઓને સહાયના ચેક અને સમરસ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓનું સન્માન કરાયું




અરૂણોદય ન્યૂઝ.

          પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપાઇના જન્મદિવસ તા. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર-૨૦૨૧ સુધી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે સાતમા દિવસે પાલનપુર ખાતે નગરપાલિકા ટાઉન હોલમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્ય સભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાના હસ્તે લાભાર્થીઓને સહાયના ચેક અને સમરસ થયેલ ગ્રામ પંચાયતોના નવનિયુક્ત સરપંચશ્રીઓને ચેક અને સન્માન પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.  પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિક રૂપે ચાવી આપી ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો તથા સખીમંડળની બહેનોને રિવોલ્વીંગ ફંડના ચેક એનાયત કરાયા હતા.   




          આ પ્રસંગે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાનશ્રી અટલજીના જન્મદિવસ તા. ૨૫ ડિસેમ્બરથી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે નવનિયુક્ત સરપંચશ્રીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, ગામલોકોએ તમારા પર વિશ્વાસ મુકી ગામના વિકાસની જવાબદારી સોપી છે ત્યારે સુશાસન કેવુ હોવું જોઇએ તે તમારી કામગીરીના આધારે નક્કી થતું હોય છે. 




આપણી રાજય સરકારના સુશાસનના લીધે છેલ્લા ૨૫ વર્ષથી લોકો આપણા શાસનને ઉમળકાભેર આવકારે છે. તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની પ્રજા કલ્યાણની અનેકવિધ યોજનાઓ અમલી છે ત્યારે તેનો લાભ ગ્રામજનોને મળે તથા ગામનો સર્વાગી વિકાસ થાય તેવા કામો કરીએ. તેમણે સરપંચશ્રીઓને કહ્યું કે, પાંચ વર્ષનો સમય ખુબ ઝડપથી પસાર થઇ જતો હોય છે, આપણને મળેલી ગ્રામ વિકાસની તકને ઝડપી લઇ સમય મર્યાદામાં વિકાસ કામો કરવા અનુરોધ કર્યો હતો. તેમણે યોજનાકીય માહિતી આપતાં જણાવ્યું કે, ગામના લોકો એકબીજા સાથે હળીમળીને ભાઇચારાની ભાવનાથી રહે અને ગામનું વાતાવરણ સુમેળભર્યુ રહે તેના માટે તીર્થ ગ્રામ યોજના અમલી છે. જે ગામ તીર્થ ગ્રામ બને તે ગામ બીજા પાંચ વર્ષમાં પાવન ગ્રામ યોજનાનો લાભ મેળવે છે. ગામમાં બાગ-બગીચો બનાવવા માટેની ગ્રામ પંચવટી યોજના છે. વતન બહાર રહેતા લોકો વતનનું ઋણ અદા કરવા માગતા હોય તેમના માટે વતન પ્રેમ યોજના પણ અમલી છે આ યોજનામાં ૬૦ ટકા રકમ દાતા આપે તો તેની સામે તેમજ ૪૦ ટકા રકમ ગામના વિકાસ માટે સરકાર આપે છે. તેમણે કહ્યું કે, સમરસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક યોજનામાં સહાય અપાય છે.  આ ઉપરાંત ગ્રામ પંચાયતના વિભાજન અને ઇ-ગ્રામ યોજનાઓ જેવી અનેક યોજનાઓ ગામડાઓના વિકાસ માટે અમલી છે ત્યારે તેનો લાભ ગ્રામજનોને મળે તેવા પ્રયાસો કરવા તેમણે સરપંચશ્રીઓને જણાવ્યું હતું. ચેરમેનશ્રીએ ગામડાઓના વિકાસ માટે કરવામાં આવતી કામગીરી બદલ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા. 



         આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવડીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં તા. ૨૫ ડિસેમ્બર- પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપાઇજીના જન્મદિવસથી  સુશાસન સપ્તાઆહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, સ્વ. અટલજીએ દેશમાં સુશાસનની શરૂઆત કરાવી હતી એટલે તેમની યાદમાં દર વર્ષે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, દરેક કુંટુંબના માથે છત પુરી પાડવા આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી છે જેનાથી લાખો ગરીબોને પોતાના ઘરનું સપનું સાકાર થયું છે. તેમણે કહ્યું કે, આપણા દિકરા- દિકરીઓને ભણાવવા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. જેના લીધે આજે શિક્ષિત અને સમૃધ્ધ સમાજનું નિર્માણ થઇ રહ્યું છે. નલ સે જલ યોજનામાં લોકોના ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવામાં આવે છે. સાંસદશ્રીએ સરપંચશ્રીઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, ગામડાઓના સર્વાગી વિકાસ માટે સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે ત્યારે ગામના વિકાસ માટેના કામો કરી લોકોને સુખ-સુવિધા પુરી પાડીએ તથા આપણા ગામને સ્વચ્છ અને સુંદર બનાવીએ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ખેડુતોના ખાતામાં રૂ. ૬૦૦૦/- જમા કરાવવામાં આવે છે. આમ આ સરકાર ગામડાઓ, ગરીબો અને ખેડુતોના વિકાસ માટે કટીબધ્ધ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.  







              આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સના નિયામકશ્રી આર.આઇ.શેખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એલ.કે.પટેલ, આગ્રણીશ્રી દશરથભાઈ સોલંકી સહિત પદાધિકારીઓ- અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

No comments:

Post a Comment

Total Pageviews