WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Sunday, January 2, 2022

બનાસકાંઠામાં તા. ૩ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષના ૨.૨૦ લાખ કિશોરોને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરાશે .

 


બનાસકાંઠામાં તા. ૩ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષના ૨.૨૦ લાખ કિશોરોને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરાશે

*******

આગામી તા.૧૦ જાન્યુઆરીથી હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ તેમજ સિનિયર સીટીઝનો અને કો-મોર્બિડ કંન્ડીશનના દર્દીઓને બુસ્ટર ડોઝ અપાશે

અરૂણોદય ન્યૂઝ.

         બનાસકાંઠા જિલ્લામાં તા. ૩ જાન્યુઆરી-૨૦૨૨, સોમવારથી ૧૫ થી ૧૮ વર્ષના ૨,૨૦,૦૦૦ કિશોરોને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના કિશોરોને રસીનો પ્રથમ ડોઝ આપવા માટે રાજય સરકારશ્રીની સુચના અને માર્ગદર્શન પ્રમાણે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આગામી તા.૧૦ જાન્યુઆરી-૨૦૨૨ પછી જિલ્લામાં ૨૫,૨૧૯ હેલ્થ વર્કરો અને ૪૭,૦૫૮ ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને તેમજ ૬૦ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સીટીઝનો અને કો-મોર્બિડ કંન્ડીશન ધરાવતા દર્દીઓને બુસ્ટર ડોઝ આપવા પણ આરોગ્ય તંત્ર ધ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. 

          મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારશ્રી ઘ્વારા તા. ૩ જાન્યુઆરી-૨૦૨૨ થી ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને રસી આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. બનાસકાંઠા જિલ્લામાં ૭૫૯ સબ સેન્ટર, ૧૨૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે અને જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓમાં ભણતા બાળકોને રસી આપવા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સાથે સંકલન કરી આયોજન કરવામાં આવ્યુ છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. એસ. એમ. દેવ અને જિલ્લા આર. સી. એચ. ઓ. શ્રી ર્ડા. જિગ્નેશકુમાર હરિયાણી દ્વારા જણાવાયું છે.

          બનાસકાંઠા જિલ્લાના તમામ હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને પણ પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવામાં આવશે. આ સાથે ૬૦ વર્ષથી વધુ વયની વ્યકિતઓ તેમજ કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા દર્દીઓ કે જેઓએ અગાઉ રસીના બંન્ને ડોઝ લીધા હોય તેઓને પણ ડોકટરની સલાહ મુજબ પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવામાં આવશે. કોરોના સામે અસરકારક આ વેક્શિન ફાયદાકારક હોઇ તા.૦૩/૦૧/૨૦૨૨ થી તા.૦૭/૦૧/૨૦૨૨ સુધી ૧૫ થી ૧૮ વર્ષની વયજુથના કિશોરો અને તા.૧૦/૦૧/૨૦૨૨ પછી હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ, ૬૦ વર્ષથી વધારે વયના સિનિયર સીટીઝનો અને કો-મોર્બિડ કંન્ડીશન ધરાવતા દર્દીઓને આ રસીનો લાભ લઈને રસીકરણના કાર્યક્રમમાં સહભાગી થવા બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર ધ્વારા અપીલ કરવામાં આવી છે.

No comments:

Post a Comment

Total Pageviews