ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકાની સામાન્ય સભામાં રૂપિયા ૭ કરોડના વિકાસ કામો સર્વાનુમતે મંજૂર કરાયા.
રૂપિયા ૩ કરોડના ખર્ચે અઘ્યતન ટાઉનહોલ સહિતના કામો થશે રાજ્ય સરકારની મંજૂરી મળે કામો શરૂ કરાશે પ્રમુખ ભાવનાબેન ભાવેશકુમાર રામી 28 પૈકી ૨૪ સભ્યો એ હાજર રહી કામો સર્વાનુમતે મંજૂર કર્યા
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે રૂ ૭ કરોડનાં કામોને મંજૂરી અપાઈ છે જંબુસર નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ ભાવનાબેન ભાવેશકુમાર ના (વટપણ) અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં સર્વાનુમતે વિકાસના કામોને મંજૂરી કરવામાં આવ્યા હોવાના આધારભૂત અહેવાલો સાંપડયા છે
ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકા ના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર જંબુસર નગરપાલિકા ના પ્રમુખ ભાવનાબેન ભાવેશભાઈ રામી ના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં 7 કરોડના વિકાસ કામોને સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યા હતા સભામાં ૧૭ જેટલા વિકાસ કામો હાથ ઉપર લઇ ચર્ચા વિચારણા કરાઇ હતી જેમાં રૂપિયા 3 કરોડના ખર્ચે અધતન ટાઉન હોલ તથા સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સન 2020 ની બચત ગ્રાન્ટ રૂપિયા ૬૭ લાખ 62 હજાર અને 538 રૂપિયા તથા સન 2018- 2019 અને 2020 રૂપિયા 40 લાખ 59હજર 744 ના કામો ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે રસ્તાઓને થયેલ નુકશાનની મરામત સમારકામ માટે રૂપિયા ૪૫ લાખના કામો તથા 15 માં નાણાપંચ 2021- 22 ના રૂપિયા ૪૧ લાખ 21000 253 રૂપિયાના કામો ઉપરાંત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ની ગ્રાન્ટ તથા ટી એ.એસ.પી ની ગ્રાન્ટ ના રૂપિયા બે કરોડ 25 લાખના કામોનું આયોજન કરી સામાન્ય સભાએ સર્વાનુમતે મંજૂર કર્યું હોવાના આધારભૂત અહેવાલો મળ્યા છે સદરહુ વિકાસ કામો માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે જેની મંજૂરી મુખ્ય નગરપાલિકા દ્વારા રૂપિયા ૭ કરોડના વિકાસ કામો શરૂ કરવામાં આવશે તેવું જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા દ્વારા જણાવાયું હતું.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment