ભારતીય જનતા પાર્ટી બોટાદ જીલ્લા ના રાણપુર તાલુકા ની કારોબારી બેઠક ધારપીપળા ગામે યોજાઈ હતી.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
જીલ્લા મહામંત્રીશ્રી બ્રીજરાજસિંહ જાલા, પુર્વ ધારાસભ્ય શ્રી લાલજીભાઇ મેર , ધંધુકા વિધાનસભ્ય ના ઇન્ચાર્જ કાળુભાઈ ડાભી,જીલ્લા ભાજપ મંત્રી મયુરભાઈ પટેલ, પ્રદેશ ભાજપ આમંત્રીત કારોબારી સભ્ય નરેન્દ્રભાઇ દવે, બોટાદ જિલ્લા પંચાયત ના સિંચાઇ સમિતિ ના ચેરમેન શ્રી વિરમભાઇ મીઠાપરા,તાલુકા ભાજપ પ્રમુખશ્રી ધીરૂભાઇ ઘાઘરેટિયા મહામંત્રીશ્રી ગૌતમભાઇ ધાધલ તેમજ શ્રી ભરતસિંહ ડોડિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ સોલંકી, માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન શ્રી કિશોરભાઈ ધાધલ,તા. પં. કારોબારી ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ પરમાર, એ ટી વી ટી સભ્ય શ્રી લધુભાઈ ઘાઘરેટિયા તેમજ તાલુકા મંડળના જીલ્લા પંચાયત ના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, મોરચાના પ્રમુખશ્રીઓ તેમજ મહામંત્રીશ્રીઓ, સંયોજક શ્રી ઓ , કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆત દિપ પ્રાગટય કરી, રાષ્ટ્રગીત "વંદે માતરમ્" ગાન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મુખ્ય અતિથિઓનું ખેસ પહેરાવી નેં સ્વાગત કરવામાં આવ્યું. સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી ના પ્રતિનિધિ શ્રી હીરાભાઈ ખાણીયા એ શોક પ્રસ્તાવ રજૂ કર્યો અને મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા આવી, આગેવાનો દ્વારા કાર્યકરોને "મારૂ બુથ શ્રેષ્ઠ બુથ" , પેઝ સમિતિ, બુથ સમિતિ,દીવ્ય કાશી ભવ્ય કાશી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યાલય મંત્રી શ્રી શામજીભાઈ સાકરીયા દ્રારા રાજકીય ઠરાવ નું વાંચન કરવામાં આવ્યું. તાલુકા ભાજપ પ્રમુખશ્રી ધીરૂભાઇ ઘાઘરેટિયા દ્વારા કેન્દ્રિય મંત્રી શ્રી મુંજપરા સાહેબ નો શુભેચ્છા સંદેશ વાંચવા મા આવ્યો,મંડળના હોદ્દેદારો નું અભિવાદન કરવામાં આવ્યું. વિનોદભાઈ સોલંકી દ્વારા ભરતભાઇ પંડયા સાહેબ નો શુભેચ્છા સંદેશ વાંચવા મા આવ્યો તેમજ મહામંત્રીશ્રીઓ, તેમજ રસીકભાઇ સાકરીયા દ્વારા આ કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેલ સૌ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કર્યો હતો.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment