ગ્રામ પંચાયતની ચૂંટણીની
મત ગણતરીને અનુલક્ષી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા અમદાવાદ હાઈવે
ઉપર જતા-આવતા વાહનોને અન્ય માર્ગો ઉપર ડાયવર્ઝન અપાયું
અરૂણોદય ન્યૂઝ.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય તથા વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી-૨૦૨૧ની તા.૨૨/૧૧/૨૦૨૧ના રોજ જાહેરાત થયેલ છે. તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી માટે મતદાન તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ યોજાયું છે અને મતગણતરી તા.૨૧/૧૨/૨૦૨૧ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચૂંટણીની તમામ પ્રક્રિયા તા.૨૪/૧૨/૨૦૨૧ના રોજ પુરી થનાર છે. જેથી પાલનપુર તાલુકાની તમામ ગ્રામ પંચાયતોની મત ગણતરી સરકારી ઈજનેર કોલેજ, જગાણા ખાતે હાથ ધરાનાર છે. જેથી મત ગણતરી દરમ્યાન અમદાવાદ હાઈવે ઉપર જતા-આવતા વાહનોને અન્ય માર્ગો ઉપર ડાયવર્ઝન આપી વાહનોની અવર- જવર અન્ય ૨સ્તેથી કરવાનું જરૂરી જણાય છે.
શ્રી આનંદ પટેલ (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)ખંડ(ખ) અન્વયે મળેલ સતાની રૂએ નીચે મુજબ વાહનો પસાર થવા ફરમાવ્યું છે. (૧) પાલનપુર થી અમદાવાદ તરફ જતા વાહનો એસ્બીપુરા ત્રણ રસ્તા થી જગાણા ચોકડી સુધી ડીવાઈડરની પશ્ચિમ બાજુના માર્ગ ઉપર થઈ અમદાવાદ તરફ જવાનું રહેશે.
આ હુકમ તા.૨૧/૧૨/૨૦૨૧ના રોજ સવારના ૫:૦૦ કલાકથી મત ગણતરી પુર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ હુકમ સરકારી, સુરક્ષા વ્યવસ્થા માટેના તથા ચૂંટણી ફરજ ઉપરના વાહનોને લાગુ પડશે નહી. પ્રતિબંધનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર ઠરશે.




No comments:
Post a Comment