પ્રદેશ પ્રમુખની જવાબદારી OBC ને અપાય તો વિપક્ષી નેતાપદ આદીવાસી MLA ને મળરો : રાહુલ ગાંધી વિદેશ પ્રવાસથી પરત આવી ગયા હોવાથી ગુજરાતની નેતાગીરીનો મામલો ઉકેલાશે.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાપદનો મામલો આ સપ્તાહમાં ઉકેલાય તેવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યો છે . કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ વિદેશ પ્રવાસથી પરંત દિલ્હી આવી ગયા હોવાથી છેલ્લા છએક મહિનાથી લટકી રહેલો ગુજરાતની નેતાગીરીનો મામલો ઉકેલાય તેવી શક્યતા જોવાઈ રહી છે . કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખપદે OBC નેતાની પસંદગી કરવામાં આવે તો વિરોધપક્ષના નેતા પદ માટે આદીવાસી ધારાસભ્યની પસંદગી કરવામાં આવશે . બીજીતરફ કોંગ્રેસ પ્રભારી ડો . રઘુ શર્મા સંગઠનને મજબૂત કરવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને પ્રદેશના બંને નવા નેતાની વળી બાદ ખૂબ જ ટૂંકાગાળામાં પ્રદેશ સંગઠનનું માળખું જાહેર કરવામાં આવશે . આ માળખાંમાં જૂના જોગીઓ
અને નવા ચહેરા એમ બન્નેનો સમાવેશ કરીને ચૂંટણી પહેલાં સંગઠનમાં પ્રાણ રવાના પ્રયાસ કરારો . કોંગ્રેસના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની નેતાગીરીનો મામલો આ સપ્તાહે ઉકેલાઈ જશે . નવા પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાની પસંદગી કરવાની સત્તા હાઈકમાન્ડે નવા પ્રભારીને સોંપી હોવાથી પ્રભારી છે . શર્માએ આ કવાયત એક મહિના પહેલાં પૂરી કરીને હાઈકમાન્ડ સમક્ષ ધારાસભ્યો , સંગઠનના હોદ્દેદારો , પ્રદેશના આગેવાનો અને કાર્યકરોની લાગણી અને માગણી અંગેનો એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને સુપરત કરી દીધો છે . જેમાં પ્રદેશ પ્રમુખપદના દાવેદારોમાં મુખ્યત્વે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ઉપરાંત પાટણ ના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર , દિપક બાબરીયા ના નામ ચર્ચાઈ રહ્યાં છે . અલબત્ત , પૂર્વ કેન્દ્રીય નેતા ભરતસિંહ સોલંકીએ પણ દિલ્હી જઈને હાઈકમાન્ડ સમક્ષ પ્રદેશ પ્રમુખપદ માટે તેમના જૂથનું લોબિંગ કરી ચૂક્યા છે
તો આદીવાસી સમાજમાંથી આવતા ધારાસભ્યો અને આગેવાનોએ પ્રભારી સમક્ષ સતત કોંગ્રેસને વફાદાર રહેલા આદીવાસી સમાજને પણ પ્રદેશના બે મહત્વના પદમાંથી એક પદ આપવા રજૂઆત કરી છે .
સૂત્રો કહે છે કે , વિરોધપક્ષના નેતાપદ માટે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને વિધાનસભાના વર્તમાન દંડક અશ્વિનભાઈ કોટવાલ અને માંડવી ( દક્ષિણ ગુજરાત ) ના ધારાસભ્ય આનંદ ચૌધરીના નામ મોખરે છે .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment