WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Wednesday, December 29, 2021

ડીસા તાલુકાના વડલાપુરા (મુડેઠા) ખાતે HPCL, HMPL અને IOCL દ્વારા સંયુક્ત રીતે ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઇ.

 


ડીસા તાલુકાના વડલાપુરા (મુડેઠા) ખાતે HPCL, HMPL 

અને IOCL દ્વારા સંયુક્ત રીતે ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઇ






અરૂણોદય ન્યૂઝ.


         બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વડલાપુરા (મુડેઠા) ગામમાંથી પસાર થતી મુન્દ્રા-ભટીંડા પાઇપલાઇન નજીક  HPCL, HMPL અને IOCL દ્વારા સંયુક્ત રીતે ઓફ સાઈટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.  ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં લીકેજ અંગે લાઈન મેનને જાણ થતાં તેમણે સિક્યુરિટી ઇન્ચાર્જશ્રી લક્ષણસિંહને જાણ કરી હતી. તેમણે પાઇપ લીકેજ અંગે તાત્કાલિક મેન્ટેન્સ ટીમ, ફાયર ફાઇટર, પોલીસ અને એમબ્યુલન્સને જાણ કરી લીકેજ એરિયા બેરીકેટેડ કરી બ્લોક કર્યો હતો. પાઇપ લીકેજથી લાગેલી આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવીને મોટી દુર્ઘટના થતી કેમ અટકાવી શકાય તે માટેની મોકડ્રીલ યોજવામાં આવી હતી.






       અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈ દુર્ઘટના સર્જાય તો તેનાથી થતું નુકશાન કેવી રીતે અટકાવી શકાય  તે માટે લોકોમાં જાગૃતિ કેળવાય તે અંગે HPCL, HMPL અને IOCL દ્વારા સમયાંતરે આવી મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે.



        આ મોકડ્રીલ વખતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી. એચ. ચૌધરી, મામલતદાર શ્રી કે.એચ. તરાલ, ડિઝાસ્ટરના પ્રોજેક્ટ ઓફિસરશ્રી સંજય ચૌહાણ, ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના અધિકારીઓ શ્રી ગોપાલ ગુપ્તા, શ્રી પ્રિતેશ રાણા, શ્રી સંદીપ પટેલ, શ્રી પ્રતિક શર્મા, સરપંચશ્રી સહિત ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

1 comment:

  1. Online Baccarat, Pai Gow Poker, Baccarat - FABCASINO.COM
    How does Baccarat work in online casino games? Read febcasino this guide to discover how to play 바카라 Baccarat, Pai 메리트카지노 Gow Poker, Baccarat in 2021.

    ReplyDelete

Total Pageviews