એસ. ટી. નિગમના પાલનપુર વિભાગમાં એપ્રેન્ટીસ તાલીમાર્થી
ઉમેદવારો તા. ૨ થી ૪ જાન્યુઆરી-૨૦૨ર સુધી અરજી કરી શકશે
અરૂણોદય ન્યૂઝ.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પાલનપુર વિભાગ ખાતે એપ્રેન્ટીસ એક્ટ ૧૯૬૧ પ્રવર્તમાન નિયમાનુંસાર (૧) ડ્રાફટસમેન સીવીલ (ર) રેફીજરેશન એન્ડ એર કન્ડીશન મિકેનીક (૩) વાયરમેન (૪) હેલ્થ સેનિટરી ઈન્સ્પેકટર (૫) પ્લમ્બર માટે આઈ.ટી.આઈ. પાસ તથા જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રોકવાના હોઈ તેવા ઉમેદવારોએ www.apprenticeshipndia.org વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી તેની સાથે એલ.સી., માર્કશીટ, આઈ.ટી.આઈ. તથા સ્કુલના તથા જાતિ અંગેનું પ્રમાણપત્ર જરૂરી ડોક્યુમેન્ટ સાથે વિભાગીય કચેરી, એરોમા સર્કલ જી. ડી. મોદી કોલેજ સામે પાલનપુર વહીવટી શાખા ખાતે તા.૦૨/૦૧/૨૦૨૨ થી તા.૦૪/૦૧/૨૦૨ર સુધી ૧૧:૦૦ કલાક થી ૧૪:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય વિભાગીય કચેરી વહીવટી શાખા ખાતે જમા કરાવવાનું રહેશે. નિયત તારીખ પછી રૂબરૂમાં કે ટપાલ દ્વારા કે અન્ય કોઈપણ માધ્યમથી મળેલ અરજીપત્રક માન્ય રહેશે નહી. તેમ વિભાગીય નિયામક એસ. ટી. પાલનપુરની અખબારી યાદીમાં જણાવાયું છે




No comments:
Post a Comment