ભ્રષ્ટાચાર નિવારણ કેસમાં તાલુકા વિકાસ અધિકારીને રેગ્યુલર જામીન પર મુક્ત કરતી સેશન્સ કોર્ટ.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
સુરેન્દ્રનગર , આ બનાવની હકીકત એવી મિશન મંગલમ યોજના અન્વયે જિલ્લાના લાઇલીહુડ મેનેજર તરીકે કરાર આધારિત ફીકસ પગારથી નોકરી કરતા ફરીયાદીએ પોતાની ફરીયાદમાં જણાવ્યા મુજબ પ્રવાસ ભથ્થા અને બાકી પગાર બીલ કરી દેવા અંગે , તાલુકા વિકાસ અધિકારીએ રૂપિયા ૧૫૦૦૦ લાંચની માંગણી કરી હતી , જે પોતાના સરકારી નિવાસ સ્થાને આપી જવા ટીડીઓએ ફરીયાદીને જણાવેલ હતું . ફરીયાદીના કહેવા , પોતે લાંચની આ રકમ આપવા માંગતા હોઇ , જેથી તેઓએ ફરીયાદ કરતા પોલીસે બે સરકારી પંચોની હાજરીમાં પંચનામું છટકા ( ટ્રેપ ) નું આયોજન વિકાસ અધિકારી રૂપિયા ૧૫૦૦૦ / - ની લાંચ સ્વીકારતા ઝડપાઇ જતા અને પોતાના રાજય સેવક તરીકેના હોદાનો દૂરપયોગ કરી , ગુનાહિત ગેરવર્તુણક તેઓની વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ -૧૯૮૮ ની કલમ ૧૩ ( ૧ ) ઘ ) , ( ઘ ) , ( ૨ ) ... મુજબનો અતિ ગંભીર
પ્રકારનો ગુન્હો દાખલ થયેલ અંગે ફરિયાદની તપાસ પોલીસ ઇન્સ્પેકટરએ સંભાળી હતી . સમયે આ દરમ્યાન તહોમતદાર તાલુકા વિકાસ અધિકારીએ પોતાના વિરૂધ્ધની ફરીયાદ એફ.આઇ.આર. અન્વયે એડવોકેટ ડો . ડી . બી . દેસાઇ મારફતે નામદાર સેશન્સ કોર્ટ ખાતે રેગ્યુલર જામીન અરજી દાખલ કરતા અને આ રેગ્યુલર જામીન અરજીની સુનાવણી એડ્વોકેટ ડો . દેસાઇએ નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઇકોર્ટના વિભિન્ન ચુકાદાઓ જજમેન્ટસ રજૂ રાખી , વિશદતાપૂર્ણ રજૂઆતો અને દલીલો કરેલ હતી . પક્ષકારોની , સુનાવણીના અંતે નામદાર કોર્ટ મારફતે , એડ્વોકેટ ડો . દેસાઇની “ ટુ ધ પોઇન્ટ ” રજુઆતો અને દલીલોને ગ્રાહ્ય રાખતા , આરોપી તાલુકા વિકાસ અધિકારીને યોગ્ય રકમને અને શરતોને આધીન , રેગ્યુલર જામીન પર મુકત કરવા અંગે આદેશ ફરમાવેલ છે , જેથી તહોમતદારના પરિવાજનોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment