અમદાવાદ જીલ્લા ના બાવળાના મેમર ગામમાં ઉછીનાં નાણાં બાબતે લાકડીથી માર માર્યો.
મિત્રને અપાવેલા નાણાં પરત આપતો ન હતો , બગોદરા પોલીસમાં ગુનો.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ
અમદાવાદ જીલ્લા ના બાવળા તાલુકાનાં મેમર ગામમાં ત્રણ વર્ષ પહેલા ઉછીના રૂપીયા પોતાના મિત્રને અપાવ્યા હતાં . તે રૂપીયા મિત્રએ પરત આપતા નહીં હોવાથી રૂપીયા આપનાર વ્યક્તિએ ઉછીનાં અપાવેલા રૂપીયાની માંગણી કરતાં તેમણે તે રૂપીયા મિત્ર પાસે પાછા લેવાનું કહેતાં તે એકદમ ઉશ્કેરાઇ જઇને જેમ ફાવે તેમ ગાળો બોલીને લાકડીનાં બે ત્રણ ઘા મારીને મુઢ ઇજા કરતાં તેણે બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાય ધરી છે . બાવળા ગામમાં તાલુકાનાં મેમર રહેતાં સાલમભાઇ નબીભાઇ ખલીફાએ બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી તે વાળંદ કામ કરીને પોતાનાં
કુટુંબનું ગુજરાન ચલાવે છે . ત્રણ વર્ષ પહેલા ગામનાં મારા મિત્ર પ્રતાપભાઈ લઘરાભાઈ સોલંકી પાસેથી મે ઉછીના રૂપીયા લીધા હતાં . પરંતુ મારી પાસે રૂપીયાની સગવડ નહી થતા મેં ગામનાં ભોપાભાઈ વેલાભાઈ ગોહીલ પાસેથી 20,000 રૂપીયા લઈને પ્રતાપભાઇ સોલંકીને અપાવેવ્યા હતાં . અને રૂપીયા આપતી વખતે હું વચ્ચે રહ્યો હતો . પ્રતાપભાઇએ લીધેલા રૂપીયા ભોપાભાઇને આપતા નહીં હોવાથી તેઓ મારી પાસે અવાર નવાર રૂપીયાની ઉઘરાન્ની માટે આવતા હતાં .21 તારીખે ગામનાં રાયભણભાઈ ગગુભાઇ દેવીપૂજકની રીક્ષા બગડી હોવાથી અમે બન્ને જણા રીપેરીંગ કરાવવા સરખેજ ગયા હતાં અને રીક્ષા રીપેરીંગ કરાવી મેમર હાઇ - વે રોડ ઉપર દેવીપુજક નાં પરા પાસે રાત્રે
પોણા દસ વાગ્યે હું રીક્ષામાંથી ઉતર્યો હતો . તે વખતે ગામનો ભોપાભાઇ વેલાભાઈ ગોહીલ નજીકમાં ઉભા હોવાથી મારી પાસે આવીને મને કહેવા લાગ્યા કે તે વચ્ચે રહી મારી પાસેથી પ્રતાપભાઇ સોલંકીને રૂપીયા અપાવ્યા છે તે રૂપીયા લાવો . જેથી મેં કહ્યું કે રૂપીયા મેં લીધા નથી જેણે રૂપીયા લીધા છે તેની પાસે જા . જેથી તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને મને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો . જેથી મેં ગાળો બોલવાની નાં પાડતાં ભોપાભાઇએ લાકડીનાં બે ત્રણ ઘા મારતાં મને બન્ને પગે પાછળના ભાગે તથા જમન્ના હાથે અંગુઠા પાસે મુઢ ઇજાઓ થવા પામી હતી જેથી મેં બુમાબુમ કરતાં રાયભણભાઇ અને તેના છોકરાઓ તથા બીજા માણસો આવી જતાં મને વધુ માર માંથી બચાવ્યો હતો .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment