ગ્રાન્ટ મુદ્દે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાંથી વોકઆઉટ કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.
હેલ્થવર્કરોને તફાવતની રકમના 1 કરોડ આપવાનો મુદ્દો હાલ સ્થગતિ કરવા ભાજપના સભ્યોની માગ.
અધિકારીઓને પ્રશ્નોનો જવાબ આપવા ભાજપના બે સભ્યોએ અધિકારીઓનો ઉધડો લીધો.

*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
રાજ્યના અંદાજે 315 હેલ્થ વર્કરોને કાયમી કરવા અને તેઓને તફાવતી રકમ ચૂકવવા સરકારે સબંધિત જિલ્લા પંચાયતોને આદેશ કર્યો છે . જેના પગલે અમદાવાદ જિલ્લા પંચાયતના નવ હેલ્થ વર્કરોને તફાવતની અંદાજે એક કરોડની વધુ રકમ ચૂકવવાની થાય છે . સોમવારના રોજ મળેલી સામાન્ય સભામાં આ મુદ્દાની ચર્ચા બાદ ભાજપના સભ્યો હાલ પૂરતો મુદ્દો સ્થગતિ કરવા કહ્યું હતું . જ્યારે સભ્યોની ગ્રાન્ટ 10 લાખથી વધારી 25 લાખ કરવા માટે સભામાંથી વોકઆઉટ કરવાની ચિમકી ઉચ્ચારી હોબાળો મચાવ્યો હતો . સામાન્ય સભામાં હોબાળો મચાવી જીદે ચઢેલા ભાજપના હાજર સભ્યોને ડીડીઓ અનીલ ધામેલિયાએ સમજાવ્યા હતાં કે , નાણાંની સ્થિતી જોઇને આગામી વર્ષે ગ્રાન્ટ વધારવા નિર્ણય કરાશે . સ્વભંડોળમાંથી ૨ કમ લઇ શકાય નહીં .
ગ્રાન્ટ મુદ્દે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાંથી વોકઆઉટ કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.
હેલ્થવર્કરોને તફાવતની રકમના 1 કરોડ આપવાનો મુદ્દો હાલ સ્થગતિ કરવા ભાજપના સભ્યોની માગ.
અધિકારીઓને પ્રશ્નોનો જવાબ આપવા ભાજપના બે સભ્યોએ અધિકારીઓનો ઉધડો લીધો.
બજેટની મર્યાદાને ધ્યાનમાં રાખી વિવિધ સમિતીઓ અથવા અન્ય હેડ હેઠળના કામોમાં ગ્રાન્ટ ફેરબદલ કરીને સભ્ય ગ્રાન્ટમાં રકમ ઉમેરી શકાશે . પરંતુ તેના માટે આગામી બજેટ માટેની સામાન્ય સભા સુધી રહા જોવી પડશે . આ પછી સભ્ય ગ્રાન્ટ વધારવા નિર્ણય થઇ શકે . ભાજપના સભ્યો અને ડીડીઓ વચ્ચે વાતચીત ચાલતી હતી ત્યારે ઉપપ્રમુખ રમેશ મકવાણાએ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામીને ફોન કરીને અભિપ્રાય લીધો હતો . ફોન બાદ ઉપપ્રમુખ મકવાણાએ આગામી વર્ષથી નિર્ણય કરવા સંમતિ દર્શાવી હતી અને પોતાના સભ્યોને ભાજપ પ્રમુખનો આદેશ હોવાનો ટકોર કર્યો હતો . હવે વિવિધ સમિતીઓના ચેરમેનો પોતાની સમિતીની ગ્રાન્ટમાંથી રકમ નહીં ફાળવે તો આ મુદ્દે ભારે વિવાદ સર્જાશે . દિગપાલસિંહે કહ્યું કે , સ્વભંડોળમાં બહુ રકમ છે . કારણ વગર ખર્ચ થાય છે , તેના બદલે સભ્યોની ગ્રાન્ટ વધારો . પડતર રકમ હોય તો પણ સભ્ય ગ્રાન્ટમાં ટ્રાન્સફર કરો . જવાબમાં ડીડીઓએ કહ્યું કે , આવકના સોર્સ નક્કી કર્યા વગર સભ્ય ગ્રાન્ટ વધારી ના શકાય . બજેટ બેઠકમાં નિર્ણય કરાશે . ભાજપના સભ્યોએ આગામી વિધાનસભાની 2022 ની ચુંટણીની આડમાં અધિકારીઓને વિકાસના કામો પ્રત્યે ઝડપ દાખવવા અને પોતાના પ્રશ્નોના જવાબ આપવા કડક ભાષામાં ટકોર કરી હતી . બાંધકામ સચિવ એમ.એસ.ભોયએ પ્રશ્નોના જવાબ નહીં આપતા ભાજપના સભ્ય દિગપાલસિંહએ જાહેરમાં વિરોધ કરી કહ્યું કે , અધિકારીઓ મહિનાઓ સુધી જવાબ આપતા નથી . રોડના કામો બાકી હોવાનો રોષ ઠાલવ્યો હતો . ત્રણ મહિના થઇ ગયા હોય તેવા વર્ક ઓર્ડરની મુદ્દત વધારવા તાકીદ કરી હતી .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*

No comments:
Post a Comment