અમદાવાદ જીલ્લા ના વિરમગામમાંથી 4 જુગારી .13,600 સાથે ઝડપાયા.
પોલીસે જુગારીઓ પ્રત્યે કડક વલણ અપનાવતા ફફડાટ ફેલાયો.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા
અરૂણોદય ન્યૂઝ.
અમદાવાદ જીલ્લા ના વિરમગામ પોલીસે મીલ રોડ પર જોગણી માતાના મંદિર પાસે દરોડા પાડી 4 જુગારીને જુગાર રમતા ઝડપી લીધા હતા . પોલીસે તેઓ પાસેથી રૂપિયા 13 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો . વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ - જુગારની પ્રવૃતિઓ સદંતર નેસ્તનાબુદ કરવા સારુ ઇ.પોલીસ ઇન્સપેક્ટર એસ.એસ.ગામેતી વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશને ટીમ બનાવી પ્રોહિ - જુગારની પ્રવૃત્તિઓ કરતા ઇસમો ઉપર વોચ રાખવા સુચના આપી હતી . જે આધારે આ.પો. કો . વિરસંગજી પ્રભુજીને ખાનગી બાતમીદારથી માહિતી મળી કે વિરમગામ મીલ રોડ ઉપર જોગણી માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાંક ઇસમો જુગા ૨ ૨ માડે જે હકીકતની જાણ થતા ઇ.પો. ઇન્સ . એસ.એસ.ગામેતી વગેરેની ટીમ દ્વારા રેઇડ કરવાનુ આયોજન રેઈડીંગ પાર્ટીના માણસો હકીકત વાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા રોહિતકુમાર હરચંદજી જોષી , કિશન પ્રહલાદભાઇ ઠાકોર , રવિ સોહનસિંહ રાજપુત , જગદિશભાઇ પોપટભાઈ ઠાકોર ( તમામ રહે . વિરમગામ ) ને કુલ રૂ .13,600 મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment