ચાલુ કોર્ટમાં બૂમબરાડાપાડતાં વકીલ સામે ગુજરાત હાઇકોર્ટની કન્ટેમ્પ્ટ.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
ગુજરાત હાઇકોર્ટના વકીલને મનાઇ કરવા છતાં વકીલે એકની એક વાત મોટા અવાજે કરતાં કોર્ટે વકીલ સામે કન્ટેમ્પટ કરી હતી . આ અંગેની સુનાવણી ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠ સમક્ષ હાથ ધરાતા રજૂઆત કરાઇ ૩. એકસરખા કેસ હોવાથી તેમની અરજીની સુનાવણી બીજે દિવસે રાખવા વિનંતી કરી પરંતુ કોર્ટે ના પાડતા વકીલે ફરીથી એકની એક દલીલ મોટા અવાજે ચાલુ રાખતાં હાઇકોર્ટે વકીલ સામે કન્ટેમ્પ્ટ કરી હતી . સુનાવણી દરમિયાન એવી વાત પણ જાણવા મળી કે આ વકીલે કોર્ટને પૂછ્યા વગર કોર્ટરૂમમાંથી રેકોર્ડ બુક લઇ તેનો ઉપયોગ કરતાં ચીફ જસ્ટિસે ટકોર કરી કે , કોને પૂછીને આ બુક લીધી હતી ? ખંડપીઠે વકીલને સવાલ કર્યો કે , તમે બિનશરતી માફી માગવા તૈયાર છો ? ચીફ જસ્ટિસની કોર્ટમાં કોર્ટ માસ્તરની સર્ટિફાઇડ કોપી વકીલે કેવી રીતે લીધી ? કોર્ટ રેકોર્ડને તમે કોને પૂછીને અડ્યા ? ચીફ જસ્ટિસે ના પાડવા છતાં વકીલે એની દલીલો ચાલુ રાખી હતી કે કોર્ટરૂમમાં પડેલી કોર્પીને કોઇપણ વ્યકિત જોઇ શકે છે.ખંડપીઠની સમજાવટ છતાં આ વકીલે પોતાની ભૂલ ધાર ન સ્વીકારતાં ખંડપીઠે નારાજગી દર્શાવી , આગામી સુનાવણી સુધીમાં જો વકીલ માફી નહીં માગે તો તેની સામે ચાર્જફ્રેમ કરવા આદેશ કર્યો છે.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment