WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Thursday, February 24, 2022

1 લાખથી ઓછીરકમના પકડાયેલા અનાજના જથ્થાના કેસનો નિકાલ નહીં. પૂર્વ ડીએસઓએ રસ દાખવ્યો નહીં : સસ્તા અનાજની દુકાનો સામેની ફરિયાદ કોઇ સાંભળતું જ નથી.


 અમદાવાદ જીલ્લા ના 1 લાખથી ઓછીરકમના પકડાયેલા અનાજના જથ્થાના કેસનો નિકાલ નહીં.

  પૂર્વ ડીએસઓએ રસ દાખવ્યો નહીં : સસ્તા અનાજની દુકાનો સામેની ફરિયાદ કોઇ સાંભળતું જ નથી.




 *ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા* 

અરૂણોદય ન્યૂઝ

અમદાવાદ જિલ્લામાં એક લાખથી ઓછી રકમના પકડાયેલા અનાજના જથ્થાના કેસોનો બે વર્ષથી કોઇ નિકાલ જ થતો નથી સસ્તા અનાજની દુકાનો સામેની ફરિયાદ કોઇ સાંભળતુ નથી , પૂર્વ ડીએસઓએ કોઇ રસ નહીં દાખવતા રેશનકાર્ડ ધારકોએ ગાંધીનગર સુધી ફરિયાદો કરી છે . આપના જિલ્લામાં પુરવઠાની 467 દુકાનો છે . જેમાં 1,81,802 રેશનાકાર્ડ ધારકો છે . તમામ રેશનકાર્ડ ધારકો એનએફએસ હેઠળ આવરી લેવાયા છે . કેટલીક સસ્તા અનાજની દુકાનોમાં રાશન લેવા જતાં રેશનકાર્ડ ધારકોને કૂપનની કોપી અપાતી નથી તેના બદલે હાથ જથ્થો લખીને કાપલી અપાય છે . જેમાં મોટાપાયે ગેરરિતી થાય છે . જિલ્લા પૂરવઠા વિભાગના અધિકારીઓ કહે છેકે અમારા સુધી ફરિયાદો આવતી નથી . તાલુકા કક્ષાએ ફરિયાદનો નિકાલ થઈ જાય છે . જ્યારે સ્થાનિક કક્ષાએ મામલતદાર સહિતનો સ્ટાફ ફરિયાદો સામે આંખ આડા કાન કરે છે . રજૂઆત કરવા આવે ત્યારે પૂર્વ ઇન્ચાર્જ ડીએસઓ તમન્ના ઝાલોડિયા કોઈ રસ નહીં દાખવતા હોવાથી અરજદારો જિલ્લા કલેકટર કચેરી આવવાનું ટાળતા હતાં વિભાગ પાસે સાયલન્ટ કાર્ડના ડેટા નથી . ફરિયાદોના ડેટા નથી . અગાઉના ડીએસઓ તમામ ડેટા રાખતા હતાં . જે હાલ ઉપલબ્ધ નહીં હોવાની કર્મચારીઓ લાચારી દર્શાવે છે . જિલ્લા પુરવઠા વિભાગે ઘઉં , ચોખા અને તેલના ગેરકાયદે એક લાખથી ઓછી રકમના જથ્થાને પકડીને 2021 માં 7 અને 2022 4 કેસ કર્યા હતાં . જથ્થો કબજે કરી રાખી મૂક્યો છે . પરંતુ આ કેસનો હજી સુધી નિકાલ જ થયો નથી.




 *ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*

No comments:

Post a Comment

Total Pageviews