તા.૨૫ ફેબ્રુઆરીના રોજ પાલનપુર તાલુકાના જગાણા ખાતે
જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે
અરૂણોદય ન્યૂઝ.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર સંચાલિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, બનાસકાંઠા દ્વારા આયોજિત જિલ્લાકક્ષા કલામહાકુંભ સ્પર્ધાનું આયોજન તા. ૨૫/૦૨/૨૦૨૨ના રોજ એસ.કે.મહેતા હાઈસ્કૂલ, જગાણા તા. પાલનપુર ખાતે કરવામાં આવેલ છે. જેમાં તાલુકા કક્ષાએ યોજાયેલ ૦૯ સ્પર્ધાઓમાં પ્રથમ નંબરે વિજેતા થયેલ સ્પર્ધકો તેમજ સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં જે સ્પર્ધકોએ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતે ફોર્મ જમા કરાવેલ છે તેઓએ સવારે ૮:૩૦ કલાકે શ્રીમતી એસ. કે. મહેતા હાઈસ્કૂલ, જગાણા ખાતે રીપોર્ટીંગ કરાવવાનું રહેશે.
સ્પર્ધકે પોતાનું આધારકાર્ડ તેમજ વાલીનું સંમતિપત્રક ફરજિયાત સાથે લઈ આવવાનું રહેશે. સ્પર્ધા સ્થળે ઉપસ્થિત રહેનાર સૌએ કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રિતેશ એન. સોનીએ જણાવ્યું છે.




No comments:
Post a Comment