WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Wednesday, October 22, 2025

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તહેવારોમાં ગઠીયા સક્રિય થયા ગાંધીનગર ડેપોમાં બસમાં બેસવા જતા ચાર મુસાફરોના પાકીટ કપાયા

 




રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તહેવારોમાં ગઠીયા સક્રિય થયા ગાંધીનગર ડેપોમાં બસમાં બેસવા જતા ચાર મુસાફરોના પાકીટ કપાયા


અરૂણોદય ન્યૂઝ 

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરના એસટી ડેપોમાં અવરજવર  કરતા મુસાફરો માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવતા તેનો ભોગ બનવું પડે છે.તહેવારના દિવસોમાં પણ ગઠિયાઓ સક્રિય થઈ જતા હોય છે 

અને મુસાફર ને નિશાન બનાવીને રોકડ રકમ તેમજ મોબાઈલ અને પાકીટની ચોરી કરીને પલાયન થઈ જતાં હોય છે. ત્યારે મુસાફરો સુરક્ષિત રીતે અવર-જવર કરી શકે તે માટે આયોજન હાથ ધરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

તહેવારો ને અનુલક્ષી ને મુસાફરી માં અવર જવર કરતા મુસાફરો રામભરોસેઃ સુરક્ષા માટે તંત્ર દ્વારા ક્યારે આયોજન ગોઠવાશે?


રાજ્યના પાટનગરમાં આવેલા એસટી ડેપોમાં રોજના અસંખ્ય મુસાફરો આવન-જાવન કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સીસીટીવી મૂકવામાં આવ્યા છે. પરંતુ શૌભાના ગાંઠિયા સમાન બની ગયા હોય તે પ્રકારે અવાર નવાર મુસાફરોને ચોરી તસ્કરીનો સામનો કરવો પડે છે. તહેવાર તેમજ રજાના અને સામાન્ય દિવસોમાં ગઠીયા સક્રિય થઈ જાય


છે અને મુસાફરોને નિશાન, બનાવીને પલાયન થઈ જાય છે. તો| બીજી તરફ દિવાળીના દિવસોમાં | બસમાં બેસવા જઈ રહેલા ચાર મુસાફરના પાકીટની ચોરી કરીને ગઠીયા ફરાર થઈ ગયા છે. ભીડનો લાભ લઈને બસમાં બેસવા જઈ રહેલા મુસાફરના પાકીટ |કપાઈ જતા મુસાફરોમાં પણ| ભયનો માહોલ છવાયો છે. સીસીટીવી હોવા છતાં ગઠિયાઓ કળા કરીને ફરાર થઈ જાય છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારની બસોમાં મુસાફરી કરવા માટે આવતા મુસાફરોને અસુરક્ષિત રીતે મુસાફરી કરવાની નોબત આવી છે. તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષા ને ધ્યાને રાખીને ડેપોમાં દિવસ દરમિયાન વધુ પોલીસ પહેરો ગોઠવવામાં આવે તો મુસાફરો પણ સુરક્ષિત રીતે આવન-જાવન કરી શકે એમ છે.





No comments:

Post a Comment

Total Pageviews