નવા મંત્રીમંડળ માં 8થી 12 સુધી ભણેલા છ મંત્રી, એક મંત્રી MD-LLM, બે PhD ની ડિગ્રી ધરાવે છે
અરૂણોદય ન્યૂઝ
23 મંત્રી કરોડપતિ, 3 મંત્રી લખપતિ, રિવાબા સૌથી ધનિક
મંત્રીમંડળની સરેરાશ સંપત્તિ 11.12 કરોડ, ડો. જયરામ ગામીત પાસે સૌથી ઓછી ₹46.96 લાખની સંપત્તિ
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્ત્વમાં 26 મંત્રીની સંખ્યા સાથે નવી સરકારનું ગઠન થઈ ચૂક્યું છે ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલ મુજબ, 26માંથી 4 મંત્રી સામે ફોજદારી કેસ થયેલા છે. જેમાં એક મંત્રી સામે ગંભીર ફોજદારી કેસ છે. એવી જ રીતે, આ મંત્રીમંડળના 26માંથી 23 મંત્રી તો કરોડપતિ છે. આ સમગ્ર મંત્રીમંડળની સરેરાશ સંપત્તિ 11.12 કરોડ જેટલી છે. સૌથી વધુ કુલ સંપત્તિ ધરાવતા મંત્રી જામનગર-ઉત્તર મત વિસ્તારના રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા છે, તેમની પાસે કુલ સંપત્તિ રૂ. 97.35 કરોડ છે. જ્યારે, સૌથી ઓછી કુલ સંપત્તિ રૂ. 46.96 લાખ નિઝર (ST) મત વિસ્તારના ડૉ. જયરામભાઈ ગામીત પાસે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં 26માંથી 23 મંત્રી કરોડપતિ છે જ્યારે છ મંત્રી માત્ર 8થી 12 ધોરણ સુધી ભણેલા છે.
કુલ 26માંથી 18 મંત્રીએ તેમની કુલ જવાબદારીઓ જાહેર કરી છે. જેમાંથી સૌથી વધુ રૂ. 8.93 કરોડની જવાબદારી ભાવનગર ગ્રામીણ મત વિસ્તારના પરષોત્તમ સોલંકીની છે. આ રિપોર્ટમાં જાહેર કરાયા મુજબ, હર્ષ સંઘવી 8મું ધોરણ, નરેશ પટેલ, સંજયસિંહ મહીડા, રમણભાઈ સોલંકી, સ્વરૂપજી ઠાકોર 10મું ધોરણ તથા કાંતિભાઈ અમૃતિયા 12મું ધોરણ પાસ છે. એવી જ રીતે દર્શનાબેન
વાઘેલા, ઈશ્વરભાઈ પટેલ, કૌશિક વેકરિયા, પ્રફુલ્લભાઈ પાનશેરિયા અને પ્રવીણભાઈ માળી સ્નાતક થયેલા છે.
જ્યારે પી.સી.બરંડા બીએ-એલએલબી, અર્જુનભાઈ મોઢવાડિયા બીઈ-એલએલબી, ત્રિકમ છાંગા બીએ-બીએડ, જીતેન્દ્ર વાઘેલા બીકોમ, એલએલબી, કનુભાઈ દેસાઈ બીકોમ-એલએલબી, રિવાબા જાડેજા બીઈ-મિકેનિકલ, કમલેશ પટેલ એમએસસી-
બીએડ, પ્રધ્યુમ્ન વાજા એમબીબીએસ એમડી, એલએલબી-એલએલએમ, ડો.જયરામ ગામીત અને મનીષાબેન વકીલ પીએચડી, ભૂપેન્દ્ર પટેલ, રમેશ કટારા, પરષોત્તમ સોલંકી અને ઋષિકેશ પટેલ ડિપ્લોમા કરેલું છે.
આ અહેવાલ મુજબ, સમગ્ર મંત્રીમંડળમાં 10 મંત્રીની વય 31થી 50 વર્ષની છે. જ્યારે 15 મંત્રીઓ 51થી 70 વર્ષ સુધીના અને એક મંત્રી 71 વર્ષના છે.







No comments:
Post a Comment