કાંકરિયા લેકફ્રન્ટને દિવાળી ફળી : 3.16 લાખ મુલાકાતી, રૂપિયા1.13 કરોડ ની આવક થઈ
નવનિર્મિત બાલવાટિકા આકર્ષણનું કેન્દ્ર બની કિડ્ઝ સિર્ટી અને બટરફલાય પાર્કના મુલાકાતી ઘટ્યાં
અરૂણોદય ન્યૂઝ
દિવાળીનાં તહેવારો દરમિયાન સવા ત્રણ લાખથી વધુ લોકોએ કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લેતાં કાંકરિયા લેકફ્રન્ટમાં વિવિધ પ્રકારનાં ધંધાર્થીઓને દિવાળી ફળી હતી. જોકે, તેમાંય ખાસ કરીને નવનિર્મિત બાલવાટિકા મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બની હતી અને બાલવાટિકામાં જ સૌથી વધુ મુલાકાતી અને આવક નોંધાઈ હતી.
સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સ્વપ્ન સમાન કાંકરિયા તળાવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ નાં સફળ અમલીકરણ બાદ શહેરનાં ગરીબ, મધ્યમવર્ગ અને રાજ્યનાં અન્ય શહેરો- ગામો તથા પ્રર પ્રાંતનાં મુલાકાતીઓ મોટી સંખ્યામાં કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે, દિવાળીનાં તહેવારો દરમિયાન અને કાંકરિયા કાર્નિવલ સમયે લાખોની સંખ્યામાં જનમેદની કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ઉમટી પડે છે. દિવાળીનાં તહેવારોમાં લાખો શહેરીજનોએ રંગેચંગે ઉજવણી કરવા માટે કાંકરિયા સંકુલ, બાલવાટિકા, પ્રાણી સંગ્રહાલય, નિશાચર પ્રાણી સંગ્રહાલય, બટરફ્લાય પાર્ક, કિડઝસિટીની મુલાકાત લીધી હતી. તેમજ ૧૭ હજારથી વધુ લોકોએ મીની ટ્રેનમાં સહેલગાહ ની મોજ માણી હતી.
સ્ટે.કમિટી ચેરમેને વધુ માહિતી આપતાં કહ્યું કે, છેલ્લા સપ્તાહમાં પડતર દિવસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજનાં દિવસે મોટી સંખ્યામાં નાગરિકો કાંકરિયા આવ્યા હતા. કાંકરિયા લેકફ્રન્ટમાં કુલ ૩.૧૬ લાખ લોકોએ ૨૯.૧૫ લાખ રૂપિયા એન્ટ્રી ફી ચૂકવી હતી. જ્યારે બાલવાટિકામાં ૧.૨૨ લાખ લોકો આવ્યા હતા અને વિવિધ રાઈડ્સની મોજ માણતા ૩૫.૧૪ લાખ રૂપિયા આવક થઈ હતી. બાળકોને પ્રિય એવા પ્રાણી સંગ્રહાલયમાં ૭૦ હજારથી વધુ મુલાકાતીઓનાં કારણે ૩૦.૯૫ લાખ આવક થવા પામી હતી. નોક્ટરનલ ઝુ નિહાળવા ૧૭ હજારથી વધુ લોકોએ રૂ. ૭.૭૪ લાખ ફી ચૂકવી હતી.







No comments:
Post a Comment