દેશનો સૌથી મોટો મોલ અમદાવાદ શહેરના ચાંદખેડામાં બનશે, દુબઈના ગ્રુપે 519 કરોડમાં જમીન ખરીદી, રૂ.25 કરોડ સ્ટેમ્પ ડ્યૂટી ભરી
અરૂણોદય ન્યૂઝ
અમદાવાદના ચાંદખેડામાં લુલુ 19 મોલ દ્વારા દેશનો સૌથી મોટો મોલ બનાવવા માટે 519 કરોડમાં જમીન ખરીદવામાં આવી છે. પ્લોટની ખરીદી માટે લુલુ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 25.45 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં આવી છે. લુલુ ગ્રુપ દ્વારા કુલ 66,168 ચોરસ મીટરની જમીન ખરીદવા માટે મ્યુનિ. પાસેથી પ્લોટ ખરીદવામાં આવ્યા છે. મ્યુનિ. पासेथी 381, 382, 383, 391 અને 396 એમ કુલ પાંચ પ્લોટ ખરીદવામાં આવ્યા છે. મ્યુનિ.ની 76/બી ટીપી સ્કીમ પર આવનારા દિવસોમા લુલુ ગ્રુપ દ્વારા મોટેપાયે મોલ બનાવવાની કામગીરી શરૂ કુરવામાં આવશે. ત્યારે મહત્વનું છે કે વાઘબારસના દિવસે લુલુ ગ્રુપ દ્વારા જમીનનો સોદો કરી સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી સરકારને કરવામાં આવી હતી. હાલ લુલુ ગ્રુપે લખનઉમાં બનાવેલો મોલ સૌથી મોટો છે. ઉલ્લેખનીય છે કે ફૂલુ ગુપના માલિક યુસુફ અલીના પિતા એક સમયે અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા.
મ્યુનિ. અને લુલુ ગ્રુપ વચ્ચે થયેલા કરારમાં સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી લુલુ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઈવેટ લિમિટેડ નામથી સાબરમતી સબરજિસ્ટ્રાર કચેરી ખાતે કરવામાં
આવી હતી. મ્યુનિ. સાથે ગત વર્ષે પ્લોટ ખરીદવા માટે કરાર થઈ ચૂક્યો હતો, પરંતુ 66,168 ચોમીમાંથી 55,496 ચોમીના પ્લોટનો પઝેશન મ્યુનિ. પાસે હતો, જ્યારે 10,672 ચોમીન પ્લોટ ખાનગી માલિકીનો ભળતો પ્લોટ હતો અને ત્યારે ડ્રાફ્ટ ટીપી હોવાના કારણે પઝેશન મળી શક્યું નહોતું. જોકે હવે ફાઈનલ ટીપી મંજૂર થવાના કારણે અને પૈસા ભરવા માટે સમય માગવામાં આવ્યો હતો. જેથી સોદો કરવા માટે એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો.







No comments:
Post a Comment