રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું- દરેક પોલીસ સ્ટેશનમાં એક આરોપી માટે એક મેન્ટર નિયુક્ત કરાશે
ગુજરાત પોલીસ દ્વારા “મેન્ટર પ્રોજેક્ટ' ઘણાં સમયથી અમલમાં મૂકવામાં આવ્યો છે, જેનો હેતુ ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ મેળવવાનો છે. આ પ્રોજેક્ટ ખાસ કરીને મિલકત સંબંધિત ગુનાઓ અને નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ માટે શરૂ કરવામાં આવ્યો છે.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું- દરેક પોલીસ સ્ટેશનમાં એક આરોપી માટે એક મેન્ટર નિયુક્ત કરાશે
અરૂણોદય ન્યૂઝ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, ગુજરાત પોલીસ દ્વારા “મેન્ટર પ્રોજેક્ટ' ઘણાં સમયથી અમલમાં મૂકવામાં આવ્યો છે, જેનો હેતુ ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ મેળવવાનો છે. આ પ્રોજેક્ટ ખાસ કરીને મિલકત સંબંધિત ગુનાઓ અને નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ માટે શરૂ કરવામાં આવ્યો છે. દરેક પોલીસ સ્ટેશનમાં સંબંધિત ગુનાઓ સાથે જોડાયેલા આરોપીઓ માટે ચોક્કસ
પોલીસ કર્મચારીને “મેન્ટર” તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
એક આરોપી માટે એક મેન્ટર- એવી પદ્ધતિ અંતર્ગત આ પ્રોજેક્ટ કાર્યરત છે. મેન્ટર તરીકે નિમાયેલા પોલીસ કર્મચારીઓ આરોપીઓ ૫૨ સતત નજર રાખે છે, તેમની સાથે સમયાંતરે સંપર્કમાં રહે છે, માર્ગદર્શન આપે છે અને ગુનાખોરી છોડીને સામાન્ય જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે. વિકાસ સહાયે જણાવ્યું કે, આ પ્રોજેક્ટના અમલથી અનેક વિસ્તારોમાં ગુનાખોરીમાં ઘટાડો નોંધાયો છે.







No comments:
Post a Comment