વાતાવરણમાં પલટો આવતાં વલસાડ અને ડાંગમાં વરસાદ પડયો
અરૂણોદય ન્યૂઝ
વલસાડ જિલ્લાના વાતાવરણમાં શુક્રવારે પલટો આવ્યો, જેથી વાપી તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ઉપરાંત, ડાંગ જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે, જેથી ખેડૂતોને નુકશાન થવાની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એમ.કે. દાસ દ્વારા જણાવાયું હતું કે, પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે.







No comments:
Post a Comment